Trusted By8 Crore+ Players*

13 કાર્ડ્સ રમી રમત

13 કાર્ડ્સ રમી રમત

13 કાર્ડ્સ રમી રમત

  • પરિચય
  • 13 કાર્ડ્સ રમીની લોકપ્રિયતા
  • 13 કાર્ડ્સ રમીનો ઉદ્દેશ્ય
  • 13 કાર્ડ રમી કેવી રીતે રમવું
  • 13 કાર્ડ્સ રમીમાં ઉપયોગમાં લેવાતી મૂળભૂત પરિભાષાઓ
  • 13 કાર્ડ્સ રમીમાં પૉઇન્ટની ગણતરી
  • 13 કાર્ડ્સ રમી વિ. 21 કાર્ડ રમી
  • 13 કાર્ડ્સ રમી જીતવા માટેની ટિપ્સ અને યુક્તિઓ
  • 13 કાર્ડ્સ રમીના જુદા-જુદા પ્રકારો

આપણે આપણાં જીવનકાળમાં ઓછામાં ઓછું એક વખત 13 કાર્ડ રમી રમ્યા છીએ કેમ કે તે ભારતમાં સૌથી લોકપ્રિય કાર્ડ ગેમ છે. મોટાભાગના પારિવારિક મેળાવડાઓ, લગ્નો, અને કિટ્ટી પાર્ટીઓ પણ રમી ની રમત વિના અધુરી હોય છે.

પપલુ તરીકે પણ ઓળખાતી, 13 કાર્ડ્સ રમીને 2 થી 6 ખેલાડીઓ દ્વારા રમવામાં આવે છે. સામાન્ય રીતે, બાજી દીઠ એક જોકર સાથે કાર્ડની એક અથવા બે ધોરણસરની બાજીનો ઉપયોગ કરવામાં આવે છે. રમત રમવી એ સાદું અને સરળ છે. દરેક ખેલાડીએ પોતાના 13 કાર્ડ ને ક્રમમાં, અથવા ક્રમ અને સંપૂટમાં ગોઠવવાના હોય છે.

રમત ખૂબ જ લોકપ્રિય છે છતાં, રમીનું મૂળ આજની તારીખ સુધી અચોક્કસ છે. પરંતુ રમત માટેની ઘેલછા દિવસેને દિવસે વધી રહી છે. રમીના ઑનલાઇન સંસ્કરણે પણ વિશ્વને ઘેલું લગાડ્યું છે.

13-કાર્ડ રમીની રમતના પરિણામ તમારી કુશળતા પર આધાર રાખે છે, અને રમતને અભ્યાસથી માસ્ટર કરી શકાય છે. તો જો તમે શરૂ કરવા માંગતા હો, તો નીચે 13 કાર્ડ્સ રમી પરની અમારી વ્યાપક માર્ગદર્શિકા જોઈ જાઓ:

13 કાર્ડ્સ રમીની લોકપ્રિયતા

13 કાર્ડ્સ રમીની રમત એ ભારતમાં રમીનું સૌથી લોકપ્રિય ફોર્મેટ છે. રમતને રમવી એ સુપર-ફાસ્ટ અને મજાથી ભરેલું છે. વત્તા, તેને શીખવું ખૂબ જ સરળ છે. તો જો તમે શિખાઉ હો તો પણ, તમે રમતના પાસાઓને ઝડપથી જાણી શકો છો અને ટૂંકમાં જ રોકડ ગેમ્સથી શરૂ કરી શકો છો.

પરંતુ એવું શું છે જે 13 કાર્ડ્સ રમીને લોકોમાં આટલી લોકપ્રિય બનાવે છે? ચાલો આપણે 13 કાર્ડ્સ રમીના લક્ષણો તરફ એક નજર કરીએ.

શીખવામાં સરળ: તેમાં કોઈ શંકા નથી કે 13 કાર્ડ્સ રમી એ ABC જેટલી સરળ છે. નિયમો શીખવા માટે સાદા અને સરળ છે. તમારે 13 કાર્ડ ને ક્રમોમાં, અથવા ક્રમો અને સેટ્સમાં ગોઠવવાની, અને જાહેરાત કરવાની જરૂર પડશે. જો તમે શિખાઉ છો, તો તમે પ્રારંભમાં કેટલીક અભ્યાસ ગેમ્સ રમીને સારી રીતે વાકેફ થઈ શકો છો અને પછી કૅશ ગેમમાં જોડાઈ શકો છો.

કુશળતાની રમત: રમી એ કુશળતાની રમત છે, અને તે ખૂબ જ પડકારજનક હોય શકે છે. તે જ કારણસર અમે તમને કૅશ ગેમ્સ અને ટુર્નામેન્ટ્સ રમતાં પહેલા કેટલીક મફત અભ્યાસ ગેમ્સ રમવાની ભલામણ કરીએ છીએ.

સુપર ફન: 13 કાર્ડ્સ રમીની રમત મનોરંજનની એક મોટી માત્રાનો પ્રસ્તાવ કરે છે. Junglee Rummy 24X7 પર સુપર-ઍક્સાઇટિંગ મફત અને કૅશ ટુર્નામેન્ટ્સ ઉપલબ્ધ છે. Junglee Rummyની સાથે જોડાઓ અને રમી ગેમ્સ અને ટુર્નામેન્ટ્સમાં અમર્યાદિત વાસ્તવિક પૈસા કમાઓ.

જુદા-જુદા પ્રકારો: અહીં ઇન્ડિયન રમીના 3 જુદા-જુદા પ્રકારો છે: પોઇન્ટ્સ રમી, ડીલ્સ રમી, અને પૂલરમી. બધા જ પ્રકારો પડકારજનક અને રમવા માટે મજાના છે.

ઑનલાઇન ગેમિંગ: એ દિવસો ગયા જ્યારે તમારી સાથે રમી રમવા માટે તમારે તમારા મિત્રો અને પરિવારની પ્રતીક્ષા કરવી પડતી હતી. હવે તમે તમારી આંગળીના ટેરવાઓ પર રમતને રમી શકો છો. ફક્ત Junglee Rummy એપ ડાઉનલોડ કરો અને સમગ્ર દેશમાંથી વાસ્તવિક ખેલાડીઓ સાથે રમો! તમારી રમીની કુશળતાઓનો ઉપયોગ કરીને ઢગલાબંધ રોકડ ઇનામો જીતો.

13 કાર્ડ્સ રમીનો ઉદ્દેશ્ય

13 કાર્ડ્સ રમીની રમતનો ઉદ્દેશ્ય કાર્ડ ને ભેગાં કરવાનો અને માન્ય જાહેરાત કરવાનો છે. અહીં ઓછામાં ઓછા બે સિક્વન્સ હોવા જોઈએ જેમાંથી ઓછામાં ઓછો એક પ્યોર સિક્વન્સ હોય. બાકીના સંયોજનો ક્રમ અથવા સેટ બન્નેમાંથી કોઈ એક હોય શકે છે.

ડીકલેર કરવા માટે, ખેલાડીઓએ તેમનાં 14th કાર્ડને “ફિનિશ સ્લૉટ” માં નિકાલ કરવાની જરૂર પડશે. જે ખેલાડી પ્રથમ માન્ય ડિકલેરેશન કરશે તે ગેમ જીતી જશે.

13 કાર્ડ રમી કેવી રીતે રમવું

13 કાર્ડ્સ રમીની રમત રમવી એ સાદું અને સરળ છે. અહીં 13 કાર્ડ્સ રમીની રમત કેવી રીતે રમવી તેના પર પગલાંવાર માર્ગદર્શન આપવામાં આવ્યું છે:

સૉર્ટિંગ: “સૉર્ટ” બટનનો ઉપયોગ કરીને તમારા હાથમાં રહેલા કાર્ડ ને સ્વચાલિત રીતે ગોઠવો. આ એક મહત્વપૂર્ણ પગલું છે જે તમને સંભવિત સંયોજનોને ઓળખવામાં મદદ કરશે.

ડ્રૉઇંગ અને ડિસ્કાર્ડિંગ: તમારે સેટ્સ અને સીક્વેન્સ બનાવવા માટે કાર્ડ ને ડ્રૉ અને ડિસ્કાર્ડ કરવાની જરૂર પડશે. તમે ટેબલ પર રહેલી ક્લોઝ્ડ ડૅક અને ઓપન ડૅકમાંથી કાર્ડ ઉપાડી શકો છો. ત્યારપછી તમારે ઓપન ડૅકમાં કાર્ડને ડ્રેગ કરીને અથવા “ડિસ્કાર્ડ” બટનનો ઉપયોગ કરીને તમારા હાથમાંથી કાર્ડને ડિસ્કાર્ડ કરવાની જરૂર પડશે.

ડિકલેરેશન (જાહેરાત): જરૂરી સંયોજનો બનાવી લીધાં પછી, તમે તમારા કાર્ડ માંથી એકને “ફિનિશ સ્લૉટ”માંડિસ્કાર્ડ કરીને અને તમારા વિરોધીઓને જોવા માટે તમારા હાથની ઘોષણા કરીને રમતને પૂર્ણ કરી શકો છો

તમારા કાર્ડ ની ઘોષણા કરી લીધાં પછી, સિસ્ટમ સ્વચાલિત રીતે બનાવવામાં આવેલા સંયોજનોને તપાસશે. માન્ય ડિકલેરેશન ઓછામાં ઓછાં બે ક્રમો ધરાવે છે અને બધા જ કાર્ડ ક્રમમાં અથવા સેટ્સમાં ગોઠવાયેલા હોય તે જરૂરી છે. ચાલો આપણે માન્ય ક્રમો/ સેટ્સના કેટલાક ઉદાહરણો જોઇએ.

પ્યોર સિક્વન્સ

Pure Sequence in 13 cards rummy
સ્પષ્ટિકરણ:-

સમાન જોડના ત્રણ અથવા વધુ અનુક્રમિક કાર્ડ

રમી ગેમ જીતવા માટે ફરજિયાત.

ઇમપ્યોર સિક્વન્સ

Impure Sequence in 13 cards rummy

સ્પષ્ટિકરણ: ક્રમમાં અન્ય કોઇપણ કાર્ડને બદલવા માટે જોકરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સેટ 1

Set in 13 cards rummy

સ્પષ્ટિકરણ:-
સમાન રેન્કના પરંતુ જુદી જોડના ત્રણથી ચાર કાર્ડ ધરાવે છે.

અન્ય કોઇપણ કાર્ડને બદલવા માટે જોકરનો ઉપયોગ કરી શકાય છે

13 કાર્ડ્સ રમીમાં ઉપયોગમાં લેવાતી મૂળભૂત પરિભાષાઓ

આપણે શરૂ કરીએ તે પહેલા, 13 કાર્ડ્સ રમીમાં ઉપયોગમાં લેવાતી મહત્વપૂર્ણ પરિભાષાઓને સમજવી જરૂરી છે. ચાલો આપણે તેને નીચે જાણીએ:

ડીલિંગ: રમતની શરૂઆતમાં, 13 કાર્ડ ટેબલ પર બેસેલા દરેક ખેલાડીને વિતરિત કરવામાં આવે છે, એક વખતમાં એક એ રીતે. આને ડીલિંગ કહેવાય છે.

જોકર: 13 કાર્ડ્સ રમીમાં જોકર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેનો ઉપયોગ ક્રમ અથવા સેટમાં ખૂટતા કાર્ડ માટે અવેજી તરીકે કરવામાં આવે છે. તેમાં બે પ્રકારના જોકર હોય છે: મુદ્રિત અને વાઇલ્ડ જોકર.

બંધ બાજી: ડીલિંગ પછી, બાકી રહેલા કાર્ડ ને એક બંધ ઢગલીના સ્વરૂપમાં ટેબલ પર ઉલટા મૂકવામાં આવે છે.

ખુલ્લી બાજી: કાર્ડ ને ખેલાડીઓ દ્વારા ખુલ્લી બાજી બનાવવા માટે કાઢી નાખવામાં આવે છે. જ્યારે રમત શરૂ થાય છે, ત્યારે બંધ બાજીમાંથી ટોચના કાર્ડને ઉઠાવવામાં આવે છે અને ખુલ્લી બાજી બનાવવા માટે ટેબલની ઉપર ખુલ્લું કરીને મૂકવામાં આવે છે. ખેલાડીઓ આ કાર્ડને ઉપાડવાનો વિકલ્પ ધરાવે છે.

ડેડવુડ: બિનજૂથ કરેલા કાર્ડ અથવા કોઇપણ સંયોજનના ભાગ નથી તેવા કાર્ડ ને ડૅડવુડ કહેવામાં આવે છે.

ક્રમ (સીક્વેન્સ) : ક્રમ એ સમાન જોડના ત્રણ અથવા વધુ અનુક્રમિક કાર્ડનું સંયોજન છે. તેમાં બે પ્રકારના ક્રમો હોય છે: શુદ્ધ અને અશુદ્ધ ક્રમો. રમીની રમતને જીતવા માટે તમારી પાસે ઓછામાં ઓછા બે ક્રમો હોય તે જરૂરી છે.

સેટ: સેટ સમાન રેન્કના પરંતુ જુદી-જુદી જોડના ત્રણઅ અથવા ચાર કાર્ડ ધરાવે છે. સેટમાં જોકરનો ઉપયોગ પણ કરી શકાય છે.

ડ્રૉપ: ખેલાડી “ડ્રૉપ” બટનનો ઉપયોગ કરીને રમતને છોડી જઈ શકે છે. તે કોઈનો બચાવકર્તા હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે કોઈની પાસે ખરાબ કાર્ડ હોય.

મેલ્ડિંગ: મેલ્ડિંગ એ બીજું કંઈ નથી પરંતુ કાર્ડને ક્રમ અને સેટમાં ગોઠવવા છે.

13 કાર્ડ્સ રમીમાં પૉઇન્ટની ગણતરી

13 કાર્ડ્સ રમીની રમતના વિજેતાને શૂન્ય પૉઇન્ટ મળે છે, કેમ કે પૉઇન્ટ નકારાત્મક મૂલ્ય ધરાવે છે. જો તમે માન્ય ડિકલેરેશન કરો છો, તો તમે શૂન્ય પૉઇન્ટ મેળવશો અને રમતને જીતશો. દરેક હારનારા ખેલાડીનો સ્કોર તેમનાં હાથમાં રહેલા ડૅડવુડના આધારે ગણવામાં આવશે. પૉઇન્ટ રમીની રમતમાં ખેલાડીને મહત્તમ 80 પૉઇન્ટનો નકારાત્મક સ્કોર મળી શકે છે.

તમે ટેબલ છોડવા માટે અને જ્યારે તમારી પાસે ખરાબ કાર્ડ હોય ત્યારે મોટા માર્જિનથી હારને ટાળવા માટે તમે “ડ્રૉપ” બટનનો ઉપયોગ પણ કરી શકો છો. જ્યારે તમે રમતની શરૂઆતમાં ડ્રૉપ કરો છો, ત્યારે તેને “ફર્સ્ટ ડ્રૉપ” તરીકે ગણવામાં આવશે, જેના માટે તમે 20 પૉઇન્ટ મેળવશો. જો તમે રમતની મધ્યમાં ડ્રૉપ કરો છો, ત્યારે તે “મિડ્ડલ ડ્રૉપ” છે અને તમે 40 પૉઇન્ટ મેળવશો.

13 કાર્ડ્સ રમીમાં, કાર્ડ ઉચ્ચથી નીચે આ પ્રમાણે રેન્ક કરે છે: A, K, Q, J, 10, 9, 8, 7, 6, 5, 4, 3, અને 2. દરેક ફેસ કાર્ડ્સ અને એસિસની કિંમત 10 પોઇન્ટ્સ હોય છે. નંબર કાર્ડ તેમનાં ફેસ મૂલ્યોની બરાબર મૂલ્ય ધરાવે છે. ઉદાહરણ તરીકે, લાલના બાદશાહનું મૂલ્ય 10 પૉઇન્ટ છે અને કાળીના 5 નું મૂલ્ય 5 પૉઇન્ટ હોય છે.

13 કાર્ડ્સ રમી વિ. 21 કાર્ડ રમી

એમાં શંકાને કોઈ સ્થાન નથી કે રમી એ સૌથી લોકપપ્રિય કાર્ડ ગેમ્સમાંથી એક છે. આ રમત વિશ્વભરમાં રમાય છે અને તેનાં ઘણા જુદા-જુદા સંસ્કરણો છે. ચાલો આપણે દરેકની મનપસંદ 13 કાર્ડ રમી વિરૂદ્ધ 21 કાર્ડ રમીની સરખામણી જોઇએ.

જોકે ફૉર્મેટ સમાન છે છતાં નીચેની ઇંફોગ્રાફિક તમને તફાવત સમજવામાં મદદ કરશે

  • 13 કાર્ડ્સ રમી
  • 21 કાર્ડ રમી
  • ડીલ કરવામાં આવેલ કાર્ડની સંખ્યા
  • ડીલ કરવામાં આવેલ કાર્ડની સંખ્યા 13 છે. તે ઝડપી ફૉર્મેટ ધરાવતી રમી છે.
  • ડીલ કરવામાં આવેલ કાર્ડની સંખ્યા 21 છે. તે રમીની થકવી નાંખનારી ફૉર્મેટ છે.
  • ડૅકની સંખ્યા
  • આ રમત એક અથવા બે ડૅકથી રમવામાં આવે છે, જે ખેલાડીઓની સંખ્યા પર આધારિત છે.
  • આ રમત કાર્ડની 2 ડૅકનો ઉપયોગ કરીને રમવામાં આવે છે.
  • શુદ્ધ ક્રમ આવશ્યક છે
  • રમતને જીતવા માટે ઓછામાં ઓછા બે ક્રમ આવશ્યક છે જેમાંથી ઓછામાં ઓછો એક ક્રમ શુદ્ધ ક્રમ હોય તે જરૂરી છે.
  • રમતને જીતવા માટે લઘુત્તમ ત્રણ શુદ્ધ ક્રમ હોવા જરૂરી છે.
  • જોકર્સ
  • જોકરનું મૂલ્ય શૂન્ય પૉઇન્ટનું છે.
  • જોકર વધારાના પૉઇન્ટ ધરાવે છે.

13 કાર્ડ્સ રમી જીતવા માટેની ટિપ્સ અને યુક્તિઓ

અગાઉ જણાવ્યા મુજબ, 13 કાર્ડ્સ રમી એ કુશળતાની રમત છે. તમે સાચી વ્યૂહરચનાનો ઉપયોગ કરીને રમતને જીતી શકો છો. જોતમે શિખાઉ હો, તો તમારે ઇન્ડિયન રમીના મૂળભૂત નિયમોને સમજવાની જરૂર પડશે. રમતને જીતવા માટે તમારે કેટલીક ટિપ્સ અને યુક્તિઓ શીખવાની પણ જરૂર પડશે. સાથે જ, શક્ય હોય તેટલી વધુ અભ્યાસ ગેમ્સને રમવાની ખાતરી કરો.

અહીં તમને 13 કાર્ડ્સ રમીની રમતમાં મહારત હાંસલ કરવામાં મદદ માટે કેટલીક ટિપ્સ આપવામાં આવી છે.

1. શરૂઆતમાં તમારા હાથમાં કાર્ડને સૉર્ટ કરવા અથવા ગોઠવવા જરૂરી છે. સૉર્ટિંગ તમને સંભવિત સંયોજનોને ઓળખવામાં અને તદાનુસાર કાર્ડને ઉપાડવામાં અને ડિસ્કાર્ડ કરવામાં મદદ કરશે.

2. શુદ્ધ ક્રમ વગર રમીની રમત જીતવી અશક્ય છે. તેથી તમારે પહેલાં શુદ્ધ ક્રમ બનાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. પ્યોર સિક્વન્સમાં સમાન દાવોના ત્રણ અથવા વધુ સતત કાર્ડ્સ હોય છે. શુદ્ધ ક્રમમાં અવેજી કાર્ડ તરીકે કોઇ જોકરનો ઉપયોગ થતો નથી.

3. જો તમે મેચ ન કરતા હોય તેવા ઉચ્ચ મૂલ્યના કાર્ડ ધરાવો છો (A, K, Q, J 10), તો તેને ડિસ્કાર્ડ કરો.

4.રમીની રમતને જીતવા માટે સૌથી ઉપયોગી વ્યૂહરચનાઓમાંથી એક તમારા વિરોધીના પગલાઓનું નિરીક્ષણ કરવાની છે. ઘણી વખત તમારા વિરોધી ડિસ્કાર્ડ કરેલી ઢગલીમાંથી અથવા તમારા દ્વારા ડિસ્કાર્ડ કરવામાં આવેલ કાર્ડને ઉપાડે તેમ બની શકે છે. જો તમે તેમના પગલાઓને અવગણો છો, તો તમે તેમને રમત જીતવામાં મદદ કરો છો તેમ બની શકે છે. તેથી તમારા વિરોધીના પગલાઓ પર નજર રાખવી જરૂરી છે.

13 કાર્ડ રમીના જુદા-જુદા પ્રકારો

Junglee Rummy એ દેશભરમાં 30 મિલિયનથી વધુ ઉપયોગકર્તાઓ દ્વારા ભરોસો કરવામાં આવતું લોકપ્રિય રમી પ્લેટફૉર્મ છે. પ્લેટફૉર્મ પર ચોવીસ કલાક પુષ્કળ કૅશ ગેમ્સ અને ટૂર્નામેન્ટ ઉપલબ્ધ છે. તમે તમારી પસંદગીનો પ્રકાર ઉપાડી શકો છો અને રોકડ માટે રમવાની શરૂઆત કરી શકો છો. જો તમે શિખાઉ છો, તો તમે કૅશ ગેમ્સમાં જોડાતા પહેલાં પ્રારંભમાં મફત ચિપ્સનો ઉપયોગ કરીને અભ્યાસ ગેમ્સ રમી શકો છો.

ટુર્નામેન્ટ્સ ઉપરાંત, તમે Junglee Rummy પર 13 કાર્ડ રમીના નીચેના ત્રણ પ્રકારો રમો છો:

પોઇન્ટ્સ રમી: આ ઇન્ડિયન રમીનો સૌથી ઝડપી વેરિઅન્ટ છે. આ સિંગલ-ડીલ વેરિઅન્ટ છે અને દરેક પોઈન્ટની કેશ ગેમ્સમાં પૂર્વનિર્ધારિત નાણાકીય મૂલ્ય ધરાવે છે.

ડીલ્સ રમી: આ વેરિઅન્ટ નિશ્ચિત સંખ્યાના ડીલ્સ માટે રમે છે અને ડીલના વિજેતાના શૂન્ય પોઇન્ટ હોય છે.

પૂલ રમી:તે ઇન્ડિયન રમીની સૌથી લાંબી ફૉર્મેટ છે જે કેટલીય ડીલ સુધી ચાલે છે. જે પ્લેયર્સનો સ્કોર 101 પોઇન્ટ સુધી પહોંચે છે (101 પૂલમાં) અથવા 201 પોઇન્ટ (201 પૂલમાં) તેને બહાર કાઢવામાં આવે છે. જે પ્લેયર અંતે એકલો રહે છે તે વિજેતા હોય છે.

અમારો સંપર્ક કરો

તમારી પાસે અમારા માટે કોઈ પ્રતિસાદ છે? અમારી એપ પરના "સહાય" વિભાગમાં "અમારો સંપર્ક કરો" સુવિધાનો ઉપયોગ કરીને તમે કોઈપણ સમયે અમારો સંપર્ક કરી શકો છો. અમારા ગ્રાહક સપોર્ટ પ્રતિનિધિઓ તમારી પાસેની કોઈપણ સમસ્યાઓ 24 કલાકની અંદર હલ કરવાનો પ્રયાસ કરશે.

તમને આ પણ પસંદ પડશે-ભારતમાં ટોચની 10 કાર્ડ ગેમ્સ

Win cash worth 11,350* as Welcome Bonus

Scroll to top